સોનગઢ પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ, ટેક્નીકલ સેલ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇ તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ પો.સ.ઇ. શ્રી જે.બી. આહિર, એલ.સી.બી., તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ/ટેક્નીકલ સેલ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા પો.કો. હસમુખભાઇ વિરજીભાઈને સંયુકત મળેલ બાતમી આધારે વ્યારાના જનક હોસ્પિટલ પાસે આવેલ પેટ્રોલપંપ પાસેથી સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ બળાત્કારના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- દિનેશભાઇ હવજીભાઇ માવી, ઉ.વ.૪૨, રહે. હાલ સગરમપુરા ચોકી સર્કલ ફુટપાથ ઉપર, સુરત શહેર, મુળ રહે. ગામ- ટાઢાગોળા, તા.ઝાલોદ, જી.દાહોદનાને પકડી પાડી ઉપરોકત ગુના બાબતે પુછપરછ કરતા આશરે બારેક વર્ષ પહેલા પોતે સોનગઢ સરકારી કોલેજનુ કામ ચાલતુ હતુ ત્યારે ત્યાં આગળ પોતે પણ મજુરીકામ કરવા આવેલ ત્યારે એક સ્ત્રી સાથે જબરજસ્તી શરીર સબંધ બાંધી ભાગી ગયેલ હોવાનું જણાવતો હોઇ ઉપરોકત ગુનાના કામે આરોપીને તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.
વિષેશ નોંધ-
પકડાયેલ આરોપી મોબાઇલ ફોન વાપરતો ન હોય કે પોતાના પરિવાર જનોના સંપર્કમાં ન હોવા છતાં બાતમીદાર નેટર્વક આધારે બાર વર્ષથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ, ટેક્નીકલ સેલ તાપી પકડી પાડેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી જે.બી. આહિર, એલ.સી.બી., જી.તાપી તથા (૧) અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ (૨) પો.કો. અરૂણભાઇ જાલમસિંગ પેરોલ ફર્લો સ્કોર્ડના (૩) અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ (૪) પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ, (૫) પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા ટેક્નીકલ સેલ સ્ટાફના (૬) હે.કો. તેજશભાઇ તુલસીરાવ,(૭) પો.કો. વિપુલભાઇ બટુકભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
