અંકલેશ્વરમાં ફેડરલ બેંકની નવી શાખાનું વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાતમાં 68 સહિત ભારતભરમાં 1531જેટલી શાખા ધરાવતી ફેડરલ બેંકની અંકલેશ્વર શાખાનું ઉદઘાટન આજરોજ રોટરી ક્લબ અંકલેશ્વરનાં પ્રમુખ સુનિલભાઈ નેવેનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જે ભરૂચ જિલ્લાની ત્રીજી શાખા બની રહેશે. સદર બેંકનાં ATM નું ઉદ્દઘાટન ઝોનલ હેડ અજીત કુમારે કર્યું હતું જ્યારે સ્ટ્રોંગ રૂમનું ઉદ્દઘાટન ભરૂચનાં જાણીતા પાનમ ગૃપનાં નિરવ શાહે કર્યું હતું.
આ કાર્યક્રમમાં બેંકનાં ઓફિસર પ્રમોદકુમાર, મયુરભાઈ, હિરેનભાઈ તેમજ રોટરી ક્લબનાં સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં આમંત્રિતો હાજર રહ્યાં હતાં. અંતમાં આભારવિધિ બ્રાન્ચ હેડ ભુવનેશ્વર શર્માએ આટોપી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
