સોનગઢ નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોની દિવાલો ઉપર ચિત્રો બનાવી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 15 દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વણથંભી વિકાસ યાત્રાના 23 વર્ષ પૂર્ણ થયાના અવસર નિમિતે રાજ્યમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના અંતિમ દિને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રદર્શનો, વોલ પેઈંટિંગ, સ્પર્ધાઓ જેવા કાર્યક્રમ યોજી સમાપન કરવામાં આવ્યું હતું.
આજે વિકાસ સપ્તાહ અંતર્ગત સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢ શહેરને સ્વચ્છ સુઘડ કરવાની સાથે કલાત્મક કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાની થીમ પર સોનગઢ નગરપાલિકા વિસ્તારના બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર રોડ,સરકારી શાળાઓની દીવાલો તેમજ શહેરના મુખ્ય રસ્તાઓ પર પ્રખ્યાત જાહેર સ્થળોની દિવાલો ઉપર ભીંત ચિત્રો બનાવીને વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
