માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો  વિષય પર ત્રણ દિવસીય તાલીમ 

0
Polish_20241014_170941524
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ અને સ્પર્શ ફાઉડેશન, જે. કે. પેપર લિમિટેડ, ઉકાઈ સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય તાલીમ “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” વિષય પર તારીખ ૧૪-૧૬ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ તાપી જિલ્લાના જૂની બાવલી ગામમાં યોજવામાં આવી છે. આ કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈ ના વડા ડો. સ્મિત લેન્ડે તેમજ સ્પર્શ ફાઉડેશનના અધિકારીશ્રી જીતેન્દ્ર પાલ હજાર રહેલ હતા. આ ત્રણ દિવસીય તાલીમમાં ડો. સ્મિત લેન્ડે અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાનગિયો બનાવવામાં આવશે. આ તાલીમ ખરેખર અત્રેના વિસ્તારના બહનો માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદા કારક થશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other