વ્યારા રેલવે સ્ટેશન પાસે બાલાશ સ્પેશિયલ ગાડીનો ચોથો ડબ્બો પાટા પરથી ઊતરી પડયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લાના વ્યારા રેલવે સ્ટેશન ખાતે આજરોજ રેલ્વે દ્વારા સ્લીપર રીપ્લેશમેન્ટની કામગીરી ચાલી રહી હતી. જે કામગીરી દરમ્યાન બાલાશ સ્પેશિયલ ગાડી પ્લેટફોર્મ નં. 1થી ઉપડી હતી, ડાઉન લાઈને આગળ વધતા મેઈન લાઈન ઉપર ચઢતા બાલાશ સ્પેશિયલ ગાડીનો ચોથો ડબ્બો રેલ્વે પાટા પરથી ઉતરી પડયો હતો.

આ ઘટનામા કોઈ જાનહાની થવા પામી નથી. આ ધટનાને પગલે ડાઊન લાઈન તરફની ટ્રેનો વ્યારા રેલ્વે સ્ટેશન ઉપર પહોંચી શકે એમનથી કારણ કે આ ઘટના મેઈન લાઈન ઉપર બની હોય રેલ વ્યવહાર ખોરવાયો છે. રેલ્વે તંત્ર ખડેપગે ઊભા રહી કામગીરી કરી રહેલ છે જેથી રેલ વ્યવહાર પૂર્વવત થઈ શકે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *