સોનગઢ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ બિશ્નોઇ નોકરી- એલ.સી.બી.તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇને મળેલ બાતમી આધારે સોનગઢ જુના એસ.ટી બસ સ્ટેન્ડ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ચોરીના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો અલ્પેશભાઇ રઘુભાઇ સોજીત્રા હાલ રહે. ૨૧૦, આશીર્વાદ રો હાઉસ, સરથાણા રો હાઉસ સરથાણા જકાતનાકા વરાછા સુરત શહેર મુળ રહે-વેકરી ગામ તા.ગોંડલ જી.રાજકોટને આજે તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ પેરોલ/ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
