માલેગામ ઘાટમાર્ગમાં કોબીજનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત

0
Screenshot_20240918_201457_WhatsApp
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી કોબીજનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન. કે.એ.02.એ.એચ- 7596 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં યુ ટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈ પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો સહિત કોબીજનાં જથ્થાને જંગી નુકશાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને નજીવી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *