વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, રાહુલ પટેલ સાહેબશ્રીએ એસ.ઓ.જી. ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા તાપી જીલ્લાના તથા બહારના જીલ્લાના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલ
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી, કે.જી. લીંબાચીયા, એસ.ઓ.જી તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી. શાખાનાં એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ તથા અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇને સંયુકત બાતમી હકિકત આધારે વલસાડ રૂરલ પો.સ્ટે.માં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી આરોપી નામ સંદિપભાઇ સીંગુભાઇ ગામીત ઉ.વ.૩૮, ધંધો, ખેતી. રહે, જામલીયા ચાર ચોકડી કરંજખેડ રોડ તા.ડોલવણ, જી.તાપીને તેના ઘરેથી ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિ./કર્મચારી
(૧) UASI આનંદજીભાઇ ચેમાભાઇ એસ.ઓ.જી. તાપી
(૨) અ.હે.કો. દાઉદ ઠાકોરભાઇ એસ.ઓ.જી. તાપી
(૩) આ.પો.કો. વિપુલ રમણભાઇ એસ.ઓ.જી. તાપી
