ઉચ્છલનાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

0
IMG-20240807-WA0018
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ એલ.સી.બી. તાપી,એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈને મળેલ બાતમી આધારે સોનગઢ એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ વોન્ટેડ આરોપી- રવિ ઉર્ફે રવિન્દ્રભાઈ જયંતિલાલ ગામીત ઉ.વ.૨૬ રહે.ખાંજર ગામ, બંધારી ફળીયુ તા.સોનગઢ જી.તાપીને આજે તા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. રાહુલભાઈ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *