મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ નિમિત્તે સોનગઢમાં સ્વચ્છતા અભિયાન અને ફ્રુટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : આજે તા. ૧૫/૦૭/૨૪ સોમવારના રોજ ગુજરાત રાજયના મૃદુ અને મક્કમ લોક લાડીલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સોનગઢ નગર, જિલ્લા તથા સોનગઢ નગરનાં બક્ષીપંચ મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાન અને ફ્રુટ વિતરણનો કાર્યક્રમ તાપી જિલ્લા પ્રમુખશ્રી મયંકભાઈ જોષી સાહેબની વિશેષ ઉપસ્થિતીમાં રાખવામાં આવ્યો હતો. જેમા સોનગઢ નગર સંગઠનના પ્રમુખશ્રી હેતલભાઇ મહેતા, મહામંત્રીશ્રી રાજુભાઇ ભાવસાર, જિલ્લા યુવા મોરચા મહામંત્રીશ્રી અમોલભાઈ જોશી, અંકિતભાઈ ચૌધરી નગર યુવા મોરચા પ્રમુખ હાર્દીક રાણા, મહામંત્રી યકીન દેસલે, નગર સંગઠનનાં હોદ્દેદારશ્રીઓ, તમામ મોરચાના હોદેદારોશ્રીઓ, તથા નગરપાલિકાના ચૂંટાયેલા પૂર્વ સભ્યોશ્રીઓ તથા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
