કાકરાપાર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ એલ.સી.બી.તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.પો.કો દિપકભાઈ સેવજીભાઇ તથા અ.પો.કો.રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇને મળેલ બાતમી આધારે સોનગઢ હાથી ફળીયા ખાતેથી કાકરાપાર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- જયેશ શંકરભાઈ રાઠોડ ઉ.વ.૩૨ રહે-સોનગઢ હાથી ફળિયું,તા.સોનગઢ, જી.તાપીને આજે તા.૧૯/૦૬/૨૦૨૪ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી ધરવામા આવેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ, અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.
