સોનગઢમાં સ્ટેટ વિજીલન્સ દ્વારા કરાયેલ પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારા સ્ટેશન રોડ ઉપર આવેલ શાકભાજી માર્કેટ(માર્કેટ યાર્ડ) ખાતેથી સોનગઢ પો.સ્ટે મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- સતીષભાઇ ભીખાભાઇ ચૌધરી ઉ.વ.૪૭ રહે.જુના રતનીયા નાની આંબલી ફળીયુ તા.માંડવી જી.સુરતને આજે તા.૧૯/૦૬/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર નોકરી એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા પેરોલ/ફર્લો સ્કોડ-તાપીના પો.કો. હસમુખભાઇ વીરજીભાઇએ કામગીરી કરેલ છે.
