આજ રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા સીપીએમ ખાતે પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ અંગે પ્રશિક્ષણ શિબિર જેવા કાર્યક્રમો યોજાયા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન (J K paperLtd) દ્વારા સીપીએમ ખાતે પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ અંગે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાયકમમા શ્રી મુકુલ વર્માજી (યુનિટ હેડ), શ્રી દુર્ગેશ મિશ્રાજી (ચીફ મેનેજર), શ્રી મધુકર વર્માંજી, શ્રીજીતેન્દ્ર પાલ, શ્રી રાકેશ વસાવા (સ્પર્શ ફાઉન્ડેશન) “ગંગા સમગ્ર તાપી જિલ્લા” ના પદાધિકારીઓશ્રી યોગેશભાઈ મરાઠે, શ્રી સંજયભાઈ શાહ, મુકેશભાઈ ચોપડે તથા દિવ્યભાસ્કરના પત્રકાર શ્રી દિપકભાઈ શર્મા હાજર રહ્યા હતાં.
દરેક વક્તાઓએ આજના દિવસનુ મહત્વ સમજાવી શ્રોતાઓને ઉત્સાહ અને માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપ્યું હતું. પ્રતિક રૂપે 10થી15 વૃક્ષોનું રોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. “ગંગાસમગ્ર”ના પદાધિકારીઓને નજીકના ભવિષ્યમાં બીજા કાર્યક્રમ માટે સહકાર આપવા અંગે ખાત્રી આપી હતી
