તાપી જિલ્લા પોલિસ દ્વારા સોનગઢ આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે નિઃશુલ્ક હેલ્મેટ વિતરીત કરી ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકામાં થતા ફેટલ એક્સીડેન્ટ અટકવવા અને લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવા માટે આજ રોજ સોનગઢ આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આજ રોજ તાપી જિલ્લા પોલિસ દ્વારા ફેટલ એક્સીડેન્ટ અટકાવના પ્રયાસ રૂપે અને ટ્રાફિકની જાગૃતિનાં ભાગ રૂપે સોનગઢ વિસ્તારમાં આવેલ આર. ટી. ઓ. ચેકપોસ્ટ પાસે મફ્ત હેલ્મેટ વિતરણ અને ટ્રાફિક જાગૃકતા કાર્યક્રમ કરાયો હતો. જેમાં રસ્તા પર આવર જવર કરતા વાહન ચાલકોને નિઝર વિભાગ નાં ડી. વાય.એસ.પી. શ્રી આઈ. એન. પરમાર સાહેબ, પી. આઈ. શ્રી ડી.એસ. ગોહિલ સાહેબ અને સોનગઢ પોલિસ દ્વારા ટ્રાફિક અંગે માહિતી આપવામાં આવી હતી. જેથી કરીને સોનગઢ વિસ્તારમાં થતા અકસ્માત અટકાવી શકાય અને લોકોમાં વધુ માં વધુ જાગૃતિ આવે.
