કમલાબાગ પોરબંદર પોલીસ સ્ટેશનના ગુનાના સગીર વયને ભગાડી જનાર આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે ફરજ પર હાજર હતા. તે દરમ્યાન સાથેના પો.કો. વિનોદભાઈ ગોકળભાઇ તથા પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારા ગોલડન નગર પાસેથી કમલાબાગ પોરબંદર પોલીસ સ્ટેશન પો.સ્ટે.મા નોંધાયેલ સગીર વયને ભગાડી જવાના ગુનામા સંડોવાયેલ આરોપી- કાનાભાઈ દેવશીભાઈ ભાટુ ઉ.વ.૨૪ રહે.કંસોરણા ગામ બ્રામણ શેરી તા.રાણાવાવ જી.પોરબંદરને તા.૨૩/૦૫/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા અ.હેડ.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા પો.કો. સેજલબેન ચીથરભાઈ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહએ કામગીરી કરેલ છે.
