વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે ફરજ પર હાજર હતા. તે દરમ્યાન સાથેના પો.કો. વિનોદભાઈ ગોકળભાઇ તથા પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારાના ટીચકપુરા બાયપાસ હાઇવે ઉપરથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- વિજયભાઇ હરીભાઇ પરમાર ઉ.વ.૪૦ રહે.ગામ-રહીયાદ, ગરાસીયા ફળીયુ તા.વાગરા જી.ભરૂચને તા.૧૫/૦૫/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પો.કો. વિનોદભાઈ ગોકળભાઈ તથા પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહએ કામગીરી કરેલ છે.
