48 હજારના વિદેશી દારૂ સાથે ત્રણને ઝડપી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી સોનગઢ પોલીસ : સોનગઢનાં લિસ્ટેડ બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઈન્સપેક્ટરશ્રી, સોનગઢની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સોનગઢ પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન અ.પો.કો. પિયુષભાઇ રામુભાઇ તથા અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઈને સંયુક્ત રીતે ખાનગી રાહે, મળેલ બાતમી આધારે વોચમાં રહીને એક સફેદ કલરની ક્રેટા ફોર વ્હીલર જેનો રજી. નં-GJ-01-HV-6884 વાળી ગાડીમાં ત્રણ વ્યકિતઓ ભારતીય બનાવટનો દેશી દારૂ સુગંધી સંત્રાની બોટલ ૧૮૦ મી.લી ML વાળી પ્લાસ્ટીકની બોટલો નંગ-૯૬૦ જેની કિ.રૂ.૪૮,૦૦૦/- ના મત્તાના પ્રોહિ મુદ્દામાલ, તથા હ્યુન્ડાઇ ક્રેટા કાર નંગ-૦૧, તથા મોબાઇલ નંગ-૦૧ મળી કુલ્લે કિં. રૂ ૫,૫૩,૦૦૦/- ના મત્તાના મુદ્દામાલ સાથે ત્રણ વ્યકિતઓને પકડી પાડેલ છે. જે બાબતે સોનગઢ પોલિસ સ્ટેશને ગુનો દાખલ કરવામા આવ્યો છે તથા મુદ્દામાલ પુરો પાડનાર લિસ્ટેડ બુટલેગર વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઇ પાટીલ, રહે-સોનગઢ, તા-સોનગઢ, જી-તાપી ને વોટેડ જાહેર કરેલ છે. આ ગુનાની વધુ તપાસ પો.સબ.ઇન્સ.શ્રી, કે.આર. પટેલ, સોનગઢ પો.સ્ટે. કરી રહેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-
(૧) અસમતભાઇ ઉર્ફે મોન્ટુ ગુલામભાઇ વોરા, રહે-સોનગઢ, શક્તિ નગર સોસાયટી, તા-સોનગઢ, જી-તાપી
(૨) મુકેશભાઇ કાશિરામભાઈ વળવી, રહે-કરંજવેલ, નિશાળ ફળીયુ, તા-નવાપુર, જી-નંદુરબાર(મહા.)
(૩) શૈલેષભાઈ સુરેશભાઇ વળવી, ઉ.વ-૩૨, રહે-ઉમરાણ, દેવળ ફળીયુ, તા—નવાપુર, જી-નંદુરબાર(મહા.)
વૉટેડ આરોપીઓના નામ સરનામા:-
(૪) વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઇ પાટીલ, રહે-સોનગઢ, તા-સોનગઢ, જી-તાપી,
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
1. ડી.એસ. ગોહીલ, પોલીસ ઇન્સપેક્ટર, સોનગઢ પો.સ્ટે.
2. કે.આર. પટેલ, પો.સબ.ઇન્સ, સોનગઢ પો.સ્ટે.
3. AHC પ્રવિણભાઇ ભરતભાઇ
4. UHC અનિલકુમાર રામચંદ્રભાઇ
5. UPC પિયુષભાઇ રામુભાઈ
6. UPC ગોપાલકુમાર કાળુભાઇ,
7. UPC રાજીશભાઇ ગોપાળભાઇ,
