ઘરકંકાસનો કરુણ અંજામ : વ્યારાના જેતવાડી ગામે પત્નીએ કપડાં ધોવાની થાપી મારીને પતિને મોતને ઘાટ ઉતાર્યો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ): તાપી જીલ્લાનાં વ્યારા તાલુકાના જેતવાડી ગામે ઘર કંકાસથી કંટાળીને પત્નીએ કપડાં ધોવાની થાપીના ફટકા મારીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે.
વ્યારા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના જેતવાડી ગામે છેલ્લા એકાદ વર્ષથી આ કામના મરણ જનાર અશ્વીનભાઇ નશવતભાઇ ચૌધરી ઉ . વ . – ૪૪ રહેવાસી જેતવાડી ગામ ચૌધરી ફળીયુ, વ્યારા અને આ કામના આરોપી ટીનાબેન અશ્વીનભાઇ નશવંતભાઇ ચૌધરીનાઓ વચ્ચે ઘરકંકાસ તથા નાની મોટી બબતે ઝઘડો ચાલતો હોય અને તા . ૦૬ / ૦૪ / ૨૦૨૦ના રોજ કલાક – ૧૦ / ૩૦ વાગે જેતવાડી ગામની સીમમાંથી પસાર થતી મીઢોળા નદીના કિનારે ચેક ડેમ પાસે આ કામના મરણ જનાર અશ્વીનભાઇ નાશવંતભાઇ ચૌધરી ઉ . વ . – ૪૪ રહેવાસી જેતવાડી ગામ ચૌધરી ફળીયુ તા. વ્યારા અને આ કામના આરોપી ટીનાબેન અશ્વીનભાઇ નશવંતભાઇ ચૌધરીનાઓ વચ્ચે ઘર કંકાસ ઝઘડો થતા આ કામના આરોપી ટીનાબેન અશ્વીનભાઇ નશવંતભાઇ ચૌધરીનાઓ પોતાના હાથમાની લાકડાની થાપી વડે મરણ જનારના માથાના પાછળના ભાગે તથા ગરદનના ભાગે તથા ડાબા પગના નળાના ભાગે જીવલેણ ઘા કરી મોત નીપજાવી ખુન કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાય છે. જે અંગે વ્યારા પોલીસે ઇ . પી . કો. કલમ – ૩૦૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુનાની વધુ તપાસ શ્રી એચ. સી. ગોહિલ પોલીસ ઇન્સ્પેકટર વ્યારા કરી રહ્યા છે .
