બાળ વિકાસ યોજના ક્ચેરી ઘટક ઉચ્છલ હેઠળ ચાર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧: બાળ વિકાસ યોજના ક્ચેરી ઘટક ઉચ્છલના કાર્ય વિસ્તારમાં કુલ 115 આંગણવાડી કેન્દ્ર છે આજ રોજ તારીખ ૧૧/૦૧/૨૦૨૪ નારોજ માણેકપુર, આંગણવાડી કેન્દ્ર,નારણપુર-૩ જામલી ૧ અને સયાજીગામ -૧ આ ચાર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખશ્રી તાલુકા પંચાયત ઉચ્છલ, જિલ્લા ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી મસુદાબેન, તાલુકા વિકાસ અધિકારી શ્રી,માજી તાલુકા પ્રમુખશ્રી યાકુબભાઈ ગામીત સીડીપીઓ શ્રી તેમજ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રીઓ તથા ગામના ચૂંટાયેલા સભ્યશ્રીઓ તથા ગામના વડીલો અને ગ્રામજનો તેમજ વાલીઓ તથા વર્કર બહેનો અને આંગણવાડી કેન્દ્રના ભૂલકાઓ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
0000
