યુવકના મોતને અકસ્માતમાં ખપાવવા ગયેલ પત્નીનો ભાંડો ફૂટ્યો : પોલીસે યુવકના મોતનો ભેદ ઉકેલી પત્ની અને પ્રેમી સહિત ૪ સામે હત્યાનો ગુનો નોંધ્યો

0
IMG-20260421-WA0006
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત્ તા.૦૬/૦૨/૨૦૨૬ ના રોજ ૦૮/૩૦ વાગે વાઘપાણી ગામે ઉપલા ફળીયામાં આવેલ જંગલ ખાતાની જમીનમાં આવેલ જુની પાણી ભરેલ સ્ટોન ક્વોરીમાં સેમ્યુલભાઈ બાબુભાઈ ગામીત ઉ.વ.૨૮ રહેવાસી અગાસવણ ગામ ટાંકલી ફળીયુ તા. સોનગઢ કોઈ અગમ્ય કારણ ડુબી જવાથી મરણ ગયેલ હોય તે રીતે મળી આવતા તેમના પિતાજીની જાહેરાત લઈ કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધ કરાઈ હતી. પોલીસે અકસ્માત મોત માટે જરૂરી ઈન્ક્વેસ્ટ ભરી પંચનામા કરી નમુનાઓને એફ.એફ.એલ. તથા હીસ્ટોપેથોલોજી વિભાગ ખાતે – વિશેરા મોકલી આપવામા આવેલ હતા. મૃત્યુનુ પ્રાથમિક તારણ પાણીમા ડુબી જવાને કારણે સ્વાસ રૂંધાવાથી થયેલ હોવાનું પી.એમ. નોટમા જાણવા મળ્યું હતું.

કાકરાપાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એમ. રાવતને તપાસ દરમ્યાન આરોપી નલીન ગામીત તથા મરણજનારની પત્ની પ્રતિભા સેમ્યુલ ગામીત વચ્ચે છેલ્લા પાંચેક વર્ષથી અનૈતિક સબંધ હતા જેથી મરણ જનાર તથા તેની પત્ની વચ્ચે બોલાચાલી ઝગડો થતો હોવાની હકીકત તપાસ દરમ્યાન ફલિત થઈ હતી. માર્ચ માસના અંતમા મળેલ રજુઆત તથા કોલ રેકર્ડસ અને તેના લોકેશન તથા નિવેદનોના આધારે ફરીયાદીના મરણ જનાર દીકરા સેમ્યુલના મિત્ર પ્રીન્સ શૈલેષભાઈ ગામીત રહે.બૅડી, દાદરી ફળીયુ, તા.સોનગઢ, જી.તાપીએ પ્રિન્સ ગામીત તથા તેના મિત્ર નલીનભાઈ નિલેશભાઈ ગામીત રહે. આમલી, તા.સોનગઢ, જી. તાપી તથા કાયદાના સંઘર્ષમા આવેલ કિશોર એ સાથે મળી ગુન્હાહીત કાવતરું રચી અને પ્રતિભા સેમ્યુલ ગામીતએ કાવતરામા સામેલ થઈ વાઘપાણી જુની સ્ટોન ક્વોરી ખાતે સેમ્યુલને તા.૫/૨/૨૬ ના રોજ સાંજે ૧૮/૩૦ વાગ્યે બોલવી નલીન નિલેશ ગામીતનાએ સેમ્યુલને એકદમ સ્ટોન ક્વોરીની પાણી ભરેલ ખાણમાં ધક્કો મારી તેને ડુબાડીને મારી નાંખવાના ઇરાદે ફેંકી દીધેલ તેમ છતાં સેમ્યુલ તરીને કીનારે આવી જતા નલીનભાઈ ગામીત તથા અન્યએ તેને પકડી જબરસ્તીથી પરત સ્ટોન ક્વોરીની ઉતરતી ખીણ વાળા પાણીમાં લઈ જઈ તેને બોચી તથા પગના ભાગે જોર લગાવી પાણીમાં દબાવી ડુબાડી દઈ મારી નાંખેલ હતો.

પોલીસે નોંધેલ અકસ્માત મોતની વધુ તપાસમાં ખરેખર મર્ડર થયાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other