સ્વચ્છતા હી સેવા : ડોલવણ GEB ઓફિસના તમામ અધિકારી કર્મચારીશ્રીઓએ કચેરીની આસપાસની જગ્યાને સ્વચ્છ બનાવી અન્ય વિભાગોને પ્રેરણા આપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨: સ્વચ્છતા હી સેવા અંતર્ગત તાપી જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિવિધ સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ છે. જિલ્લામાં આગામી બે માસ દરમિયાન સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે દરેક નગરપાલિકા, તાલુકા,ગ્રામ્યકક્ષાએ સફાઇની કામગીરી સાથે સાથે વિવિધ પ્રવૃતિઓ દ્વારા નાગરિકોને આ અભિયાન અંગે જાગૃત કરવામાં આવી રહયા છે. આ સાથે જિલ્લા તંત્ર દ્વારા સફાઇ ઝુંબેશમાં જિલ્લાની તમામ કચેરીઓ અને વિભાગોને પણ સામેલ કરવામાં આવ્યા છે.
જેના ભાગરૂપે આજરોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ડોલવણ GEB ઓફિસની આસપાસ સામુહિક સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં GEB ઓફિસના તમામ અધિકારી કર્મચારીશ્રીઓએ સાથે મળી સફાઇ અભિયાનને સફળ બનાવી કચેરીને અને તેની આસપાસની જગ્યાને સ્વચ્છ બનાવી અન્ય વિભાગોને પ્રેરણા આપી હતી.
૦૦૦
