વ્યારાના મેઘપુર ગામેથી એલ.સી.બી. તાપીએ રેનોલ્ટ ફિગર ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો : એક ઝબ્બે જ્યારે એક વોન્ટેડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના મેઘપુર ગામના દાદરી ફળીયાથી એલ.સી.બી. તાપીએ એક આરોપીને ઇંગ્લશ દારુના જથ્થા સાથે ઝડપી કુલ કુલ્લે રૂ.૩,૩૩,૮૦૦/- નો મુદામાલ કબ્જે લઇ એકને વોન્ટેડ જાહેર કરાયો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ એલ.સી.બી. તાપીની ટીમ પેટ્રોલીંગમા હતી ત્યારે વ્યારા તાલુકાના મેઘપુર ગામના દાદરી ફળીયામાં કેયુર નટુભાઇ ગામીતે તેના ઘરના આગળના ભાગે એક સિલ્વર કલરની રેનોલ્ટ ફિગર ગાર્ડી નંબર DD-03-K-6265 માં વગર પાસ પરમીટે અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે ઝડપી લીધો હતો, પોલીસે કુલ્લે રૂ. ૩,૩૩,૮૦૦/- નો મુદામાલ ઝડપી લીધો હતો. જયારે આ દારુનો જથ્થો ભરેલ કાર લાવી આપનાર આરોપી કેતન ઉર્ફે કુણાલ અશોકભાઇ કામલી રહે.કુંભાર ફળીયુ વરકુંડ નાની દમણને વોન્ટેડ જાહેર કરાયો છે.
