માંડળ ટોલનાકા ઉપર ચક્કાજામનાં આંદોલનનો કાર્યક્રમ રદ કરાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : આજ રોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી . આર એલ માવાણી સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરમાર સાહેબ તેમજ સોનગઢ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈસ્પેકટર શ્રી સી . કે . ચૌધરી સાહેબ તથા એલસીબી પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી લાડસાહેબ તથા માંડળ ટોલનાકાના સુરતથી પધારેલ મેનેજરશ્રી અજય સોની તેમજ સોનગઢ માંડળ ટોલ નાકાના ઈન્ચાર્જ મેનેજર ઉપેન્દ્ર ચૌહાણઓ ની સાથે તથા જનતા દલ યુનાઇટેડ પાર્ટી પ્રમુખશ્રી યાકુબભાઇ ગામીત તથા મહામંત્રીશ્રી ઈમાનવેલભાઇ ગામીત તેમજ અન્ય કાર્યકરો સાથે કનડગત અને સમસ્યાનુ નિવારણ કરવા સારુ મિટિંગનુ આયોજન કરવામા આવેલ હોતુ જેમાં મિટિંગમા તમામ મુદ્દાઓ વાચી સંભળાવી અને પોલીસે યોગ્ય સહકાર આપી મુદાઓને ધ્યાનમાં રાખી જેમા તાપી જિલ્લાના જીજે 26 ગાડીઓની અલગ લાઇન તથા સોનગઢથી વ્યારા જતી ટુ વીલર ગાડીઓની અલગ મોટી લાઈન કરવા ટોલ નાકાના ઈન્ચાર્જશ્રીઓએ યોગ્ય નિરાકરણ આપેલ છે જેથી આવતીકાલ તારીખ 25 – 01 – 20 ના રોજ ચક્કાજામ નો પ્રોગ્રામ રદ કરવામા આવેલ છે જેની તમામે નોંધ લેશો.

About The Author

1 thought on “માંડળ ટોલનાકા ઉપર ચક્કાજામનાં આંદોલનનો કાર્યક્રમ રદ કરાયો

Leave a Reply to Kishor Wadhvani Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Other