તાપી જિલ્લાના વ્યારા,વાલોડ અને ડોલવણ તાલુકાના અનુસૂચિત જનજાતિ (ST) શિક્ષિત યુવાનો/યુવતિઓ માટે મફત (ફ્રી) તાલીમ વર્ગ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકની કચેરી, તાપી દ્વારા તાપી જિલ્લાના અનુસૂચિત જનજાતિ(ST) શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકારશ્રી દ્વારા આયોજિત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઈને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ શકે તેમજ પોલીસ,લશ્કર અને અર્ધ લશ્કરી જેવા કે, બી.એસ.એફ. આર.એ.એફ., સી.આર.પી .એફ., સી.આઈ.એ.એફ., એસ.એસ.બી. તથા સરકારશ્રીના અન્ય વિભાગમાં ભરતી થવાની /જોડાવાની તકો મળે તેવા આશયથી વિદ્યાર્થીઓ માટે હેતુલક્ષી તાલીમ 30 દિવસ સુધી મફત તાલીમ વર્ગ નું આયોજન કરેલ છે. જે તાલીમ વર્ગ નવજાગૃતિ સેવા ટ્રસ્ટ, વ્યારા ખાતે માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. તા.21/03/2023 સુધીમાં આ તાલીમ લેવા માંગતા તાલીમાર્થીએ માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, નવજાગૃતિ શૈક્ષણિક સંકુલ, રિધમ હોસ્પિટલની પાછળ, વ્યારા. તા. વ્યારા, જી. તાપી ખાતે પોતાનું નામ નોંધાવી જવું.
