ગ્રામ વિકાસ કમિશ્નર, ગાંધીનગર દ્વારા નિયુક્ત કરાયેલ ટીમ દ્વારા મનરેગા યોજના અંતર્ગત તાપી જિલ્લામાં કામોની આકસ્મિક ચકાસણી
Contact News Publisher


(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.04: મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ હાથ ધરાયેલ કામોની રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં આંતર જિલ્લા ટીમ દ્વારા તાપી જિલ્લામાં કરવામાં આવેલ કામો જેવા કે ચેકડેમ ડિસીલ્ટીંગ, માટી-મેટલ રોડ, વ્યક્તિગત સોકપીટ તથા સ્ટોન બંડ, મિંયાવાકી પ્લાન્ટેશન, કાચી ગટર વગેરે જેવા કામોની રેન્ડમ સીલેક્શન દ્વારા વ્યારા તાલુકાના ભાનાવાડી તથા સોનગઢ તાલુકાના દુમદા ગામે ટીમ દ્વારા કામોની સ્થળ મુલાકાત કરી ચકાસણી હાથ ધરવામાં અવી હતી. જેમાં સામૂહિક અને વ્યક્તિગત કામો દ્વારા લોકોને થયેલ લાભ અંગે સરપંચ તથા લાભાર્થીઓ સાથે સંવાદ કરી મનરેગા યોજના થકી કરવામાં આવેલ કામો અંગે ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
000000000

પ્રતિશ્રી
ગ્રામ વિકાસ કમિશ્નર શ્રી. ગાંધીનગર
વિષય. લવારીઆ . ટીડકિ. બામરોલી. વિરોલ્ અને જંબુસર ગામે નરેગા યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેના બાબતે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી. અને ગ્રામ્ય વિકાસ કમિશનર ગાંધીનગર . સૂધી પત્ર લખીને ફરિયાદ કરવામાં આવેલ છે જે બાબતે કોઈ તપાસ કરવામાં આવી નથી. લવારીયા ગ્રામ પંચાયતમાં 79 કામ સ્થળ ઉપર કરેલા જ નથી જેને રકમ અંદાજે ચાર કરોડ જેટલી થાય છે. જેના રૂપિયા 1 કરોડ. 50 લાખ તાલુકા એ જન્સીને ચૂકવી દીધા છે. પણ ગ્રાઉન્ડ ઉપર કામ કરેલ નથી. જેની તપાસ જિલ્લા કક્ષાએથી કરેલ છે. તેમાં પણ સત્ય સાબિત થાય છે કે ખરેખર ભ્રષ્ટાચાર થયેલ છે
તેમ છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી