સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા શાળાના બાળકોને ગરમ કપડાં, સ્વેટર તથા હાથપગનાં મોજાનું વિતરણ

0
IMG-20191231-WA0014
Contact News Publisher

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) :  સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ (ગુજરાત) તરફથી દાંડિયાબજાર મિશ્ર શાળા ક્ર.૦૬, ના બાળકો ને કડકડતી ઠંડી થી રક્ષણ મળે તે હેતુથી ગરમ કપડાં,સ્વેટર તથા હાથપગનાં મોજા આપવામાં આવ્યા હતા. બાળકો નો ઉત્સાહ વધારવા માટે આ કાર્યક્રમમાં સંસ્થાના હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, બીનાબેન શાહ,સંગિતાબેન ધોરાવાલા, ચૈતાલીબેન શાહ, કૌશિકાબેન બારીયા, ઉર્વીબેન ચુડાસમા, ભાવનાબેન લિમ્બચીયા, સ્મિતાબેન શાહ, વર્ષાબેન જાદવ, ઉષાબેન સિધ્ધપુરા, નયનાબેન પટેલ, કિન્નરીબેન શાહ, જગદીશભાઇ માછી, મિનેશભાઈ પટેલ તથા સમાજ ના સેવાભાવી લોકો અને સ્કુલ ના શિક્ષકો હાજર રહ્યા હતા, કાર્યક્રમ ને અંતે સ્કુલ ના દરેક વિદ્યાર્થીઓને ચોકલેટ આપવામાં આવી હતી. સ્કુલના આચાર્ય શ્રીમતી પાયલબેન તરફથી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના દરેક સભ્યો નો આવા સહકાર અને સેવાકિય કાર્ય બદલ આભાર માનવામાં આવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *