તાપી જિલ્લા કક્ષા કલામહાકુંભ-બીજો દિવસ
Contact News Publisher

ડી.વાય.એસ.પીશ્રી સી.એમ.જાડેજાની વિશેષ ઉપસ્થિતીમાં સ્કુલ બેન્ડની સ્પર્ધા યોજાઇ : સ્કુલ બેન્ડની સુરાવલીઓએ રંગ જમાવ્યો
…………………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.૦8: તાપી જિલ્લાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ના બીજા દિવસ તા. 08-09-2022ના રોજ શ્રીમતી કે. કે. કદમ કન્યા વિધાલય ખાતે લગ્નગીત, સ્કૂલ બેન્ડ, વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, એકપાત્રીય અભિનય,સર્જનાત્મક કારીગીરી, ઓર્ગનની સ્પર્ધાઓ અને ખુ.મા.ગાંધી પ્રા.શાળા ખાતે ગરબા અને સમૂહ ગીતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સ્કુલ બેન્ડની સ્પર્ધા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ડી.વાય.એસ.પીશ્રી સી.એમ.જાડેજા અને ન.પા.પ્રમુખ સેજલ રાણાની વિશેષ ઉપસ્થિતીમાં સ્કુલ બેન્ડની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ, ઉ.બુ.કન્યા વિધાલય ડોલવણ, ઉ.બુ.કન્યા વિધાલય ડોલવણ અને ઉ.બુ કન્યા છાત્રાલય ડોલવણ સ્કુલોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, કે.કે.કેદમ કન્યા વિદ્યાલયના આચાર્યા સંગીતા ચૌધરી તથા ખુ.મા.ગાંધી પ્રા.શાળાના આચાર્યા અન્ય ઉચ્ચ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
