તાપી : વ્યારાના શિવ શકિત નગરની 21 વર્ષીય વિવાહિતા ગુમ : જાણ થાય તો વ્યારા પોલીસને જાણ કરશો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પો.સ્ટે.માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારા ખાતેથી એક 21 વર્ષીય પરણીતા મહિલા ગુમ થઈ ગઈ છે, જે અંગે કોઇ ખબર કે ભાળ મળે તો વ્યારા પોલીસ સ્ટેશને જાણ કરવી.
વ્યારા શિવ શકિતનગર -૧ , મુસા રોડ , વાટીકા રેશીડેન્સી સામે તા.વ્યારા જી.તાપીની પ્રિયા w / o જયેશભાઇ ભવરલાલ ખટીક ઉ.વ .૨૧ રહેવાસી , વ્યારા શિવ શકિતનગર -૧ , મુસા રોડ , વાટીકા રેશીડેન્સી સામે તા.વ્યારા જી.તાપીની ગઇ તા .૧૪ / ૦૭ / ૨૦૨૨ ના રોજ સવારના ૦૯/૦૦ વાગેના સુમારે ઘરેથી કોઇને કોઇ પણ કહ્યા વગર કર્યાક ચાલી ગયેલ છે અને તેના સગા સબંધીઓને ત્યા તેમજ વ્યારા ટાઉનમાં તપાસ કરતા ત્યાં આગળ પણ ગયેલ ન હોય તથા ગુમ થનાર આજદિન સુધી ઘરેથી જતા રહેલ ત્યાર બાદ પરત ઘરે આવેલ ન હોય અને ક્યાંક ચાલ્યા જતા ગુમ થયેલ છે.
ગુમ થનાર- પ્રિયા W / O જયેશભાઇ ભવરલાલ ખટીક ઉ.વ .૨૧ રહેવાસી.વ્યારા શિવ શકિતનગર -૧ , મુસા રોડ , વાટીકા રેશીડેન્સી સામે તા.વ્યારા જી.તાપી નાની શરીરે મજબુત બાધાની , વર્ણન ઘઉં , મોઢુ લંબગોળ , ઉચાઇ આશરે ૫X૩ ની છે.ઘરેથી નીકળેલ તે વખતે આછા પીન્ક કલરની સાડી તથા ખાખી કલરની બ્લાઉઝ પહેરેલ છે.અને જમણી બાજુ ખભાના ભાગે જુનુ વાગેલાનુ નિશાન છે. તેમજ હીન્દી તથા મારવાડી ભાષા બોલે છે અને ગુજરાતી ભાષા સમજ પડે છે.જે ગુમ થનાર સ્ત્રી મળી આવેથી નીચેના ટેલીફોન ઉપર જાણ કરવા વિનંતી છે . વ્યારા પો.સ્ટેશન ફોન નં.૦૨૬૨૬-૨૨૦૦૩૩
