તાપી જિલ્લા જાહેર જનતા જોગ : તાલુકા કક્ષાએ અનુસૂચિત જાતિના યુવક યુવતીઓ માટે વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે
Contact News Publisher

(માહિતી બ્યુરો,વ્યારા-તાપી)તા.૧૫: રાજ્યમાં વસતાં અનુસૂચિત જાતિનાં ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
રાજ્ય સરકારનાં રમતગમત, અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, હેઠ્ળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનુ કરવામાં આવ્યું છે.
જેમાં પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.
શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.
તાપી જિજિલ્લામાં આ યોજનાનો લાભ લેવા ઇચ્છિત માત્ર અનુસૂચિત જાતિના યુવક યુવતીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, C/O જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, પાનવાડી,બ્લોક નં. ૬, પ્રથમ માળ,વ્યારા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરી આગામી તા.૨૨/૦૭/૨૦૨૨ સુધીમાં નામ નોંધણી કરાવવાનું રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,તાપીની અખબારી યાદિમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
