રોટરી ક્લબ સુરત ઈસ્ટ દ્વારા કોસાડ આવાસની પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૮ માં નોટબુક વિતરણ

0
IMG-20220707-WA0009
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત)  : સુરતનાં કોસાડ આવાસ ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક ૨૭૮ શ્રી કિશોરલાલ જી. મશરૂવાલા પ્રાથમિક શાળામાં રોટરી ક્લબ સુરત ઈસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નોટબુક વિતરણનો પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં રોટરી ક્લબ સુરત ઈસ્ટનાં સેક્રેટરી કિર્તીભાઈ ખે‌ની, ચેરમેન પંકજભાઈ રામોલિયા તેમજ મેમ્બર રસિકભાઈ, જીતેન્દ્રભાઈ અને રીતેશભાઈની ઉપસ્થિતિમાં શાળાનાં ધોરણ ૧ થી ૮ નાં તમામ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાનાં બાળકોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી. શાળા પરિવારે સંસ્થાની આ સખાવતને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other