પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત જિલ્લા એસ.ઓ.જી. પોલીસ
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય એસ.ઓ.જીના માણસો માંગરોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પો.કો.આસિફખાન ઝહીરખાન અને હે.કો. ગિરિરાજસિંહ અશોકસિંહને બાતમી મળી હતીકે આજથી ત્રણ વર્ષ પહેલા ઉંમરપાડા તેમજ માંગરોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહિબિશનનો જથ્થો પકડાયો હતો. તે ગુનાનો આરોપી વાંકલ બજાર ખાતે ઊભો છે. જેથી બાતમીના સ્થળે તપાસ કરતાં આરોપી ઝડપાઈ ગયો હતો. આ આરોપી 2019માં ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરખાડી ગામની સીમમાં ટેમ્પો નં.(GJ-15-XX-7158)માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો હતો. તેમજ સને.2020 માં જાકીર જુમ્મા મુલતાની (રહે.મુલતાનીવાડ,ઝંખવાવ)ની ફોરવ્હીલ (નં.GJ-05-CB-7530)માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો હતો. આબંને ગુનામાં સંડોવાયેલો આરોપીને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો હતો.સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ધડુકની સૂચના હેઠળ હે.કો.ગિરિરાજસિંહ, પો.કો.વિરમભાઈ બાબુભાઇ, પો.કો. આશીફખાન ઝહીરખાન દ્વારા સંયુક્ત કામગીરી કરી હતી.
