માંગરોળ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાયસમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી

0
IMG-20210424-WA0002
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકામાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અને ઉપપ્રમુખ ભરતભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાય હતી.ભાજપના તાલુકા પંચાયત સભ્ય પૈકી કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમારની દરખાસ્ત ભરતભાઈ પટેલે મુકી હતી. દીપકભાઈ ચૌધરીએ ટેકો આપ્યો હતો. મહાવીરસિંહ પરમારની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાયસમિતિ અધ્યક્ષ દિપ્તીબેન પરમારના નામની દરખાસ્ત મુકેશભાઈ ચૌધરીએ કરી હતી અને શૈલેષભાઇ વસાવાએ ટેકો આપ્યો હતો.સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે દિપ્તીબેન પરમારની વરણી કરવામાં આવી હતી.ઇન્ચાર્જ ટી.ડી.ઓ. છાસટીયા, અધિક મદ્દદનીશ ઈજનેર ભાવિક બ્લર, મુકુંદભાઈ પટેલ,તેંમજ અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other