માંગરોળ તાલુકાનાં મોસાલી ચારરસ્તા ખાતેથી બોગગ્સ પોલીસ ક્રોસ્ટેબલઝડપાયો
Contact News Publisher

માંગરોળ તાલુકાના મોસાલી ચારરસ્તા વિસ્તારમાં માંગરોળ પોલીસ મથકનાં ,પ્રવિણસિંહ શાતુભા,સંજય રાયસિંગ વસાવા,પરેશ કાંતિલાલ વગેરેઓ પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન બાતમી મળી કે એક શખ્સ પોલીસ નાં ડ્રેસમાં મોસાલી ચારરસ્તા ખાતે આટા ફેરા મારી, લોકો ઉપર રોફ જમાવી રહ્યો છે.આ બાતમીના આધારે પોલીસ ટીમ મોસાલી ચારરસ્તા ખાતે પોહચી હતી.જ્યાં આ શખ્સ ઉભો હતો.જેથી પોલીસે એને અટકાવી નામ થામ પૂછતાં એને જણાવ્યું કે મારૂં નામ મોહમદ ઇલ્યાસ બાગી, હાલ રહેવાસી,પાનેશ્વર ફળિયું,વાંકલ, તાલુકા માંગરોળ, મૂળ રહેવાસી પુલ ફળિયું,વાલોડ જણાવ્યું હતું.આ શખ્સ એ ગુજરાત પોલીસ કર્મચારીઓને પહેરાવનો ધણવેશ પહેરેલો હતો.નેમ પ્લેટ ઉપર લાલુ આઈ.બાગી,HC બેજ નંબર 175 લખેલું હતું.એની પાસે ઓળખપત્ર માંગતા, એ આપી શક્યો ન હતો.જેથી એ બોગગ્સ હોવાનું જણાઈ આવ્યું હતું.એને કબુલિયુ કે હું પોલીસ ખાતા માં નોકરી કરતો નથી,પરંતુ પોલીસનો ડ્રેસ પહેરી લોકો ઉપર રોફ જમાવવાની મઝા આવતી હોય,જેથી હું પોલીસ ધણવેશ પહેરું છું.આખરે માંગરોળ પોલીસે એની અટક કરી,કાયદેસરની કાર્યવાહી હાથ ધરી,વધુ તપાસ પ્રવિણસિંહ શાતુભા ચલાવી રહ્યા છે.
રિપોર્ટ:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)
