વઘઇ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દીને મહાત્મા ગાંધીને શ્રધ્ધાજંલી અપર્ણ કરાઇ
Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ): ડાંગ જીલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ ગાંધીબાગ ખાતે ગાંધી નિર્વાણ દીન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ તાલુકા કોગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ ખાલપાભાઇ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં કોગ્રેસ ના કાર્યકરો અને નગર જનો એ ગાંધી નિર્વાણદીન નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ ગુચ્છ સાથે શ્રધ્ધાં સુમન અર્પણ કર્યા હતા અને ગાંધીજીના કાર્યો ને યાદ કર્યા હતા અને આજના યુવાનો માટે ગાંધીજી ની વિચારધારા પ્રેરણા રૂપ બની છે. જે ગાંધી વિચારધારા સાથે જોડાવુ આજના યુવાનો માટે જરૂરી છે. આ પ્રસંગે વઘઇ સરપંચ મોહન ભોયે પ્રદેશ કોંગ્રેસના મંત્રી તબરેઝ અહેમદ ગમન (બબલુ) ભોયે રમેશ ભોયે અજુન જાદવ કુણાલ ભોયે સહિત મોટી સંખ્યામાં કોગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
