માંડવીના સઠવાવ ખાતે આદિજાતિ લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સ્નેહાળ સંવાદ

0
IMG-20210110-WA0029
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સ્નેહાળ સંવાદ કરી તેમની આમજ નતા માટેની સંવેદનશીલતાના ફરી એકવાર દર્શન કરા વ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની કેટલીક લોક પ્રિય યોજનાના લાભાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈ તેમના ક્ષેમકુશળ પણ પૂછ્યા હતા. લાભાર્થી આશા બેન નાનસિંગભાઇ ચૌધરી જણાવે છે કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી સામે ચાલીને અમારી પાસે આવ્યા, એમણે મને મળેલી સહાયનો યોગ્ય ઉપયોગ થયો કે નહિ એ અંગે સવાલ પૂછ્યા ત્યારે લાગ્યું કે, ગુજરાતમાં અમારા જેવા નાના માણસોની કાળજી લેવાવાળા પણ કોઈ નેતા છે, જે સતત ગામડામાં વસતા સામાન્ય લોકોની ચિંતા કરી રહ્યા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other