વઘઇનાં ખાતળ ગામે અગ્નીવીર સંસ્થા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરાયું
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ ખાતળ ગામે અગ્નીવીર સંસ્થા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.
ડાંગ જિલ્લામાં યુવાઓમાં ખેલ પ્રત્યે અનેક પ્રતિભાઓ છુપાયેલી હોય છે. વઘઇ તાલુકાના ખાતળ ગામે હિન્દૂ અગ્નીવીર સંસ્થા ના મહેન્દ્રસિંહ રાજપુરોહિત દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને માજી ધારાસભ્ય મંગળ ગાવીતે ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઓપનિંગ બેસ્ટમેન તરીકે વિજયભાઈ પટેલે છગ્ગો ફટકારી યુવા ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા. ડાંગ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચેલા દોડવીર સરિતા ગાયકવાડ એ ખેલ મહાકુંભ માં કારકિર્દી શરૂ કરી હતી, તેવામાં યુવાઓને પ્રોત્સાહિત કરવા ધારાસભ્ય વિજયભાઈ પટેલે અનેક ખેલાડીઓને બોલ બેટ અને વોલીબોલ ના સાધનો પણ વિતરણ કરવામાં આવ્યા હતા. અગ્નીવીર સંસ્થા દ્વારા ડાંગમાં વટાળ પ્રવૃત્તિ અને ગૌ સેવાની ઉત્તમ કામગીરી પણ કરવામાં આવે છે. તેમના દ્વારા આવી પ્રવૃત્તિઓ સાથે હવે ખેલાડીઓને પ્રોત્સાહન કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા ખેલાડીઓને ખુશી ફેલાઈ જવા પામી હતી.
