તાપી : વાદન (વાંસળી, તબલા, હાર્મોનિયમ (હળવું) ભાગ લેવો છે ?

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૭ ડિસેમ્બર, ૨૦૨૦ થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ યોજાશે

રાજ્ય કક્ષાની સ્પર્ધા તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૧

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૦૯ઃ માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “ મોબાઇલ ટુ સ્પોર્ટસ “ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની માહામારીના વિષમ સંજોગોમા ફેસબુક વ્હોટસ અપ , ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશિલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે . યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન “મોબાઇલ ટૂ સ્પોર્ટસ” ની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટસ” ફેસબુક પેજ ,યુ – ટ્યુબ ચેનલ ,રેડિયો ક્વીઝ , ટેલીવિઝન તેમજ સોશિયલ મીડીયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડિયો/વિડિયો ક્લીપ રજુ કરી યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામા આવશે .
આ હેતુને સુચારૂ પાર પાડવા રમતગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ,ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીશ્રી/ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા સંયુકત રીતે “ વાદન ( વાંસળી, તબલા,હાર્મોનિયમ (હળવું) “ નું આયોજન કરેલ છે.જેમા જુદા જુદા વય જુથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે. જેમા ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીના ૧૫ વર્ષથી ૨૦ વર્ષ સુધીના ,૨૧ વર્ષથી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજુથમાં ભાગ લઇ શકશે. ઉક્ત સ્પર્ધાની વિડીયો ક્લીપ તૈયાર કરી તા.૧૫/૦૧/૨૦૨૧ બોપોરે ૧૨:૦૦ કલાક સુધી તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં મોકલવાનું રહેશે.
જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧૦૦૦/- દ્રિતિય વિજેતાને રૂ.૭૫૦/- તેમજ તૃતિય ઇનામ વિજેતાને રૂ.૫૦૦/- ઇનામ આપવામા આવશે.
રાજ્યકક્ષાની  સ્પર્ધામાંથી  ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫૦૦૦/- દ્રિતિય વિજેતાને રૂ.૧૫૦૦૦/- તૃતિય વિજેતાને રૂ.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫૦૦૦/- ( પ્રત્યેકને ) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે.
આ અંગેની વધુ માહીતી “મોબાઇલ ટૂ સ્પોર્ટસ” યોજના અંતર્ગત ફેસબુક પેજ
https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક
http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rK ensUz-g પરથી મળી શકશે.

૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other