માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ગામે એક શખ્સએ રાજાપાઠમાં સરપંચ સાથે બોલા ચાલી કરતા, પોલીસે શખ્સની કરેલી અટક
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ગામનો શખ્સએ, રાજાપાઠમાં, ગામનાં સરપંચ સાથે બોલાચાલી કરતાં, આ બનાવની જાણ ગામની જ એક મહિલાએ સુરત જિલ્લા ગ્રામ્ય કન્ટ્રોલ રૂમને કરતાં, રાજાપાઠમાં ફરતાં શખ્સએ જેલમાં જવું પડ્યું છે.
વેરાકુઈ ગામનો જશવંત કાતું ગામીત રાજાપાઠમાં ગામનાં સરપંચ સાથે બોલાચાલી કરતો હતો.આ બનાવની જાણ ગામની જ મહિલા નામે સંગીતા અશ્વિન ઠાકોર ગામીત,ઉંમર ૪૦ વર્ષ,રહેવાસી વેરાકુઈ એ સુરત જિલ્લા ગ્રામ્ય કન્ટ્રોલ રૂમને કરતાં, કન્ટ્રોલ રૂમ પર ફરજ બજાવતાં વાયરલેસ ઓપરેટરે આ બનાવની જાણ માંગરોળ પોલીસ મથકને કરતાં, માંગરોળ પોલીસ મથકનાં અનિલસિંહ દિવાનસિંહ વેરાકુઈ ગામે પોહચી જતાં ત્યાં ઉપરોક્ત શખ્સ કોઈ કેફી પીણું પીઇ ને જાહેરમાં લવારા કરતો હતો.અને લથડીયા ખાતો હતો. જેથી પોલીસે જશવંત કાતું ગામીતની અટક કરી,માંગરોળ પોલીસ મથકે લાવી જેલનાં સળિયા પાછળ મૂકી દીધો છે.પોલીસે આ બનાવ પ્રશ્ને આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.આ ગુનાની વધુ તપાસ અમીતભાઈ નવીનભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે.