વન અધિકાર ધારા અંતર્ગત સાચા લાભાર્થીને તેનો લાભ મળી શકે તે માટે સરકાર હકારાત્મક છે – વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા

Contact News Publisher

આહવા ખાતે મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને વન અધિકાર ધારા હેઠળના કેસોની યોજાઈ સમીક્ષા બેઠક ; મંત્રીશ્રીએ આપ્યુ ઉપયોગી માર્ગદર્શન

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા; ૨૭; વનવાસી વિસ્તારોમા રહેતા વન અધિકાર અધિનિયમ હેઠળના સાચા લાભાર્થીઓને જમીનના હક્કો આપવા બાબતે સરકાર હકારાત્મક છે, ત્યારે સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે કાયદાનુ સાચુ અર્થઘટન કરીને આવા લાભાર્થીઓને લાભ આપવા બાબતે ઉપયોગી માર્ગદર્શન આપતા રાજ્યના આદિજાતિ વિકાસ, વન અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આ બાબતે ખુબ જ સંવેદના સાથે આવા કેસોમા પુન;સમીક્ષા કરવાની હિમાયત કરી હતી.

આ બાબતે જરૂર પડ્યે જિલ્લા કક્ષાએથી સંબંધિત વિભાગોના ચુનંદા અધિકારીઓની એક કમિટી બનાવી, તેમને અભણ અને અશિક્ષિત અરજદારોના મૌખિક પુરાવાઓને ધ્યાને લેવા બાબતે અનુસરવાની કાર્યવાહી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને આ બાબતે છેવટનો નિર્ણય લેવા અંગે પણ મંત્રી શ્રી વસવાએ ઘનિષ્ઠ માર્ગદર્શન આપ્યુ હતુ.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વન અધિકાર ધારાના કેસોની સમીક્ષા બેઠકમા ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી બીબીબેન ચૌધરી, નવનિયુક્ત ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મંગળભાઈ ગાવિત સહીત સામાજિક કાર્યકરો સર્વશ્રી દશરથભાઈ પવાર, બાબુરાવ ચૌર્યા, સુરેશભાઈ ચૌધરી, રાજેશભાઈ ગામીત, રમેશભાઈ ચૌધરી, અશોકભાઈ ધોરાજીયા સહીત જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, અરજદારો, ઇન્ચાર્જ કલેકટર શ્રી એચ.કે.વઢવાણીયા, પોલીસ અધિક્ષક શ્રી રવીરાજસિંહજી જાડેજા, નાયબ વન સંવક્ષક શ્રી અગ્નીશ્વર વ્યાસ, નિવાસી અધીક કલેકટર શ્રી ટી.કે.ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જી.ભગોરા, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત સહિતના ઉચ્ચાધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચામા ભાગ લીધો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other