ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરાઈ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતનું ગૌરવ રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલ સાહેબના નિધનના પગલે સુબિર આહવા વઘઇમા શોક સભા યોજવામાં આવી હતી. કોંગ્રેસના માર્ગદર્શક અહેમદ પટેલ ના નિધનના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી ડાંગ જિલ્લા માટે હર હંમેશા ચિંતિત અહેમદભાઈ હસતો ચહેરો શાંત સ્વભાવના અને નાના કાર્યકરોને પણ સાંભળવાની તેમની કુનેહ આજે કોંગ્રેસ પક્ષમાં કદી ન પુરાઈ એવી ખોટ છોડી ગયા છે. ડાંગ જિલ્લામાં તાલુકા સમિતિઓ દ્વારા દિગવંત આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કરી મૌન પાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મોતીલાલ ભાઈ ચૌધરી, પ્રદેશ કોંગ્રેસના મંત્રી તબરેઝ અહેમદ (બબલુ), સુર્યકાંત ગાવિત, ગમન ભોયે, પપ્પુ ખાન, દાદા માને, બાલુ બાગુલ, શામરાવ ભાઈ, નંદુ બધાણે, મોહન ભોયે, હર્ષ ગાંધી, સ્નેહલ ઠાકરે, હરીશ મહાલપાડા, દેવરામભાઈ, મોહસીન, આતીફ, માજીદ ખલીફા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી જનાબ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other