માંગરોળ મત વિસ્તારનાં ધારાસભ્ય અને વનમંત્રીએ પોતાનાં વાડી ખાતેનાં નિવાસસ્થાને લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ વિધાનસભા ક્ષેત્રનાં ધારાસભ્ય અને રાજ્ય સિનિયર કેબીનેટમંત્રી ગણપતસિંહ વસાવા કે જેઓ વન વિભાગનો હવાલો ધરાવે છે. આજે તારીખ ૧૬ મી નવેમ્બરના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પોતના મત વિસ્તારનાં લોકો ને નવા વર્ષની શુભકામનાં પાઠવવા માટે પોતાના ઉમર પાડા તાલુકાનાં વાડી ગામે આવેલા પોતાનાં નિવાસ સ્થાને આવ્યા હતા. અને ત્યાં સમગ્ર માંગરોળ વિધાન સભા ક્ષેત્રના લોકોને નવા વર્ષની શુભકામનાં પાઠવી હતી. એમણે લોકોને સોશિયલ ડિસ્ટરન્સ જાળવવા અનુરોધ કરી, માસ્કનો ઉપયોગ કરવા તથા સરકાર અને આરોગ્ય વિભાગ તરફથી જે ગાઈડ લાઈન કોવિડ -૧૯ માટે જાહેર કરી છે એનો અમલ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે માંગરોળ, ઉમરપાડા અને તરસાડી-કોસંબા વિસ્તારનાં અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.