ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કડકડતી ઠંડીમાં પોલીસને પરસેવા પાડવા મજબુર કરતા તસ્કરો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : મુખ્ય માર્ગને અડી આવેલ મોબાઈલ ની દુકાનનું સટર તોડી 1 લાખ થી વધુના મોબાઈલ ચોરાયા.
મળતી માહિતી મુજબ અહવાના ડાંગ સેવા મંડળ શોપિંગ સેન્ટરમાં મોબાઈલની દુકાન ધરાવનાર પ્રવિણસિંહ રાજપુરોહિતની દુકાનમાંથી અજાણ્યા ચોરટાઓ દ્વારા દુકાનનું સટર ઊંચું કરી જુદા જુદા 10 મોબાઈલ ચોરી કરી જતા આહવા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ચોરટાઓએ રૂ. 104919 કિંમતના 10 નંગ મોબાઈલ ચોરી કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારે જિલ્લા ના મુખ્ય મથક આહવા ખાતે જ ચોરીની ઘટના બનતા પોલીસ વર્તુળોમાં દોડધામ મચી જવા પામી છે. પોલીસ ચોરી અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other