ખેતીવિષયક વીજ પુરવઠા પ્રશ્ને, માંગરોળ તાલુકાનાં કેટલાંક ખેડૂતોએ DGVCL કચેરી ખાતે હલ્લાબોલ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં માંગરોળ, આમનડેરા, ગીજરમ, વેરાકુઈ, ડુંગરી, ભીલવાડા, લ્લવકીલપરા, ટીમ્બરવા સહિત નાં ગામોનાં જે ખેડૂતોએ ખેતીવિષયક વીજજોડાણો મેળવ્યા છે. એમને નિયમિત વીજપુરવઠો મળતો ન હોવાની રાવ સાથે આજે તારીખ ૨ નવેમ્બરનાં માંગરોળ, DGVCL કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. માંગરોળ કચેરીનાં નાયબ કાર્યપાલક ઈજનેર નયનભાઈ ચૌધરીને મળી આ ખેડૂત પ્રતિનિધિ મંડળે રજુઆત કરી કે ઉપરોક્ત ગામોનાં જે ખેડૂતોએ ખતી વિષયક વીજજોડાણો મેળવ્યા છે.એ ખેડૂતોને પુરા આંઠ કલાક વીજપુરવઠો મળતો નથી. સાથે જ મોટા ભાગની ખેતવિષયક વીજલાઈનો જૂની હોય વારંવાર વીજપુરવઠો ખોરવાઈ જવાનાં બનાવો બની રહ્યા છે. ઘણી વીજલાઈનો ઉપરથી વિજતારોની ચોરીઓના બનાવો વધી રહ્યા છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે અમારી ફરિયાદો કચેરીમાં આપ્યા પછી પણ દિવસો સુધી ફરિયાદોનો નિકાલ કરવામાં આવતો નથી. હાલમાં પણ ઘણા ખેડૂતોનાં જોડાણો બંધ છે. તો બીજી તરફ ખેતરોમાં જે પાકો કરવામાં આવ્યા છે. એને પાણીની જરૂરત છે.ત્યારે ખેડૂતોને વીજપુરવઠો ન મળતાં પાકો નિષ્ફળ જશે એમ ખેડૂતો માની રહ્યા છે. આ પ્રશ્ને માંગ રોળ,DGVCL કચેરીનાં નાયબ કાર્યપાલક ઈજનેર નયનભાઇ ચૌધરીએ જણાવ્યું કે ખેડૂતોએ જે પ્રશ્નોની રજુઆત કરી છે. એ પ્રશ્નો દિન દશમાં હલ કરી દેવામાં આવશે.આ પ્રસંગે ચંદુભાઈ એમ વસાવા, શશીકાંત પટેલ, ઇંદ્રિસ મલેક વગેરે ખેડૂતો હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other