વાંકલ ખાતે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આજરોજ મંદિરની પાછળ રાજીવગાંધી ભવનમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક માજી કેન્દ્રીય મંત્રીએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લઈને આકરા પ્રહારો કર્યા હતા. માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માજી કેન્દ્રીય મંત્રી ડૉ. તુષારભાઈ ચૌધરીના અને વિધાનસભાનાં ઉપદંડકશ્રી આનંદભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત કારોબારીની મીટીંગ મળી હતી. જેમાં કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિને લઈ આકરા પ્રહારો કર્યા હતા. ડૉ.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં જે લોકસભાનું સત્ર ચાલુ હતું એમાં ખેડૂતો વિરોધી નીતિ બહુમતીના જોરે ભાજપાએ પાસ કર્યા છે અને એ જે બિલમાં જોગવાઈ કરવામાં આવી છે એમાં સીધો ખેડૂતોને દંડ જ છે એમ કહેવું ખોટું નથી. આવનાર ચુંટણીઓની તૈયારી કરી અને સંગઠનને વધુ મજબૂત કેવી રીતના થાય એવો કાર્યકરોને આજે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિશેષ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં કોંગ્રેસનાં કાર્યકર્તા રૂપસિંગભાઇ ગામીત,સામજીભાઇ ચૌધરી,બાબુભાઇ ચૌધરી,સાહબુદ્દીન મલેક સહિત ગ્રામજનો હાજર રહ્યા હતાં.
