ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં ચાર માસથી નાસતા-ફરતાં આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંય
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મે. ઇન્ચા, પોલીસ અધિક્ષક આર.એલ. માવાણી સાહેબશ્રી જી.તાપીએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID – 19 સંક્રમણ ન ફેલાય તે સારૂ કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્રારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને આજ રોજ એ.એસ.આઇ. ભુપેન્દ્રભાઇ યશવંતરાવ બ.નં. ૨૭૮ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ બ.નં. ૬૮0 તથા અ.હે.કો, જયેશભાઇ લીલકીયાભાઇ બ.નં.૬૫૪ તથા અ.પો.કો, દિપકભાઇ સવજીભાઇ બ.નં -૭૧૪ તથા પંચોનાં માણસો સાથે ખાનગી વાહનોમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશનનાં વિસ્તાર પેટ્રોલિંગમાં હતાં તે વખતે સાથેનાં અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઈ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઉચ્છલ પો. સ્ટે થર્ડ ગુ.ર.નં. ૧ ૧૮૨૪૦૦૬૨૦૦૩૧૧/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ -૬૫ ઇ, ૮૧, ૯૮ (૨) મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી હરસદ ઉર્ફે અસહદ ગુલાબભાઇ ગુલામ વોરા રહે – સોનગઢ શ્રીરામનગર ડૉ.શ્રોફ હોસ્પીટલની પાછળ તા , સોનગઢ જી.તાપી નાનો મોજે , સોનગઢ ટાઉનમાં ક્રિષ્ના મોલ પાસે ઉભો હોવાની બાતમી મળતા જેને સાથેનાં પોલીસ સ્ટાફ તથા પંચોના માણસો સાથે જેને કોર્ડન કરી સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભો રાખવામાં આવેલ અને પંચો રૂબરૂ આ ઇસમનું નામ ઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ હરસદ ઉર્ફે અસહદ ગુલાબભાઇ ઉર્ફે ગુલામ વોરા ઉ.વ .૨૦ રહે . શ્રીરામનગર સોનગઢ તા.સોનગઢ જી.તાપી હોલ રહે – સોનગઢ શક્તિનગર સોસાયટી તા સોનગઢ જી , તાપી, નો હોવાનો જણાવતા અને આ સદર ગુનાની કબુલાત કરેલ હોય અને હાલ માં કોરોના મહા મારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી . કરવાની હોય જેથી મેડીકલ કરાવવા તજવીજ કરી ઘટીત કાર્યવાહી કરવા સોનગઢ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે. આમ ઉપરોક્ત ગુનાના કામે શ્રી એચ.સી. ગોહીલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તાપી તથા તેમની ટીમને નાસતો ફરતો આરોપી ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .