ડાંગ જિલ્લાના ભાલખેત ફાટકથી ખોપરીઆંબા ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : પ્રાપ્ત વિગતો અનુસાર વઘઇ તાલુકાના છેવાડાના ગામ એવા ભાલખેત ફાટકથી ખોપરીઆંબા ગામને જોડતો ત્રણ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષથી માર્ગ બિસ્માર બનતા દવાખાનાના દર્દી ને વહેલી તકે હોસ્પિટલમાં લઈ જવામાં મોડુ થતા સાથે ધંધો-રોજગાર કરતાં દુકાનદારોમાં આ ખરાબ રસ્તાને કારણે રોષ પ્રવર્ત્યો છે. આ માર્ગ છેલ્લા કેટલાક સમયથી બદતર હાલતમાં ફેરવાતા વાહનોમાં પંચર પડવા સહિતની સમસ્યાથી વાહનચાલકો ત્રસ્ત બન્યા છે. જેને લઈને હાલ જીલ્લા પંચાયત હસ્તકનો માર્ગ સંબંધિત ખાતા દ્વારા માર્ગનું સમારકામ હાથ ધરાય એવી ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *