નિઝરના વેલ્દા ગામે સર્વ ધર્મ રક્તદાન શિબિર યોજાઈ
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝરના વેલ્દા ગામના પ્રાથમિક શાળા ખાતે આજ રોજ સર્વ ધર્મ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ વેલ્દા ગામ ખાતે આજ રોજ સર્વ ધર્મ રક્તદાન શિબિરનું આયોજન સમસ્ત ગામજનો દ્વારા વેલ્દા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સુરતના સરદાર વલ્લભ ભાઈ પટેલ બલ્ડ બેંકના એમ્બ્યુલસ સાથે ડોકટોરની ટીમ આવી હતી. અને રક્તદાન શિબિર આશરે 9:30 વાગે થી સરસ્વતી માતાના ફોટા પાસે દીપ પ્રગટ કરી ફુલહાર કરીને રક્તદાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમા કુલ 152 જેટલાં લોકોએ રક્તદાન કરવામાં આવ્યું હતું. વેલ્દા ગામ ખાતે પ્રાથમિક શાળામા સર્વ ધર્મ રક્તદાન શિબિરમા સવારથી જ રક્તદાન કરનારા યુવાઓ હાજર રહયા હતા. અને વેલ્દા ગામના રહેવાસી દરેક સામજના લોકો દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું હતું.
