સુરત જિલ્લાના ૪૧ નાયબ મામલતદારોની બદલી કરતા કલેક્ટર ડૉ. ધવલ પટેલ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લામાં ફરજ બજાવતા ૪૧ મામલતદારોની, સુરતનાં કલેક્ટર ડી.ધવલ પટેલે બદલીના હુકમો, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્યા છે. છેલ્લા લાંબા સમયથી એક જ જગ્યાએ ચીપકીને બેસી રહેલા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સાથે જ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કલેકટર ડો.ધવલ પટેલની નિમણુંક થયા બાદ બદલી કરીને નાયબ મામલતદારોમાં જળમૂળથી ફેરફાર કર્યા છે.