ઉમરપાડા તાલુકાના કેવડી ગામે ગ્રામજનો દ્વારા સફાઈ ઝૂંબેશ શરૂ કરવામાં આવી

0
IMG-20200918-WA0014
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે આજે વહેલી સવારથી સુરત જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન સામસિંગભાઈ વસાવાની આગેવાનીમાં કેવડીનાં ગ્રામજનો તથા આસપાસના ગામોનાં સરપંચો અને આગેવાનોએ કેવડી બજાર,માર્કેટયાર્ડ અને ગામનાં તમામ વિસ્તારોની સફાઈ કામગીરી શરૂ કરી જે કચરો એકત્ર થયો એને એક જગ્યાએ ભેગો કરી સળગાવી દેવામાં આવ્યો હતો.હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની મહામારી ની સાથે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સાથે જ હવે ચોમાસાની મૌસમ પણ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે ગામમાં રોગચારો ફાટી ન નીકળે અને ગામ સ્વચ્છ નજરે પડે એને ધ્યાનમાં લઈ આ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *