પત્નીના અનૈતિક સંબંધોની જાણ થતાં વ્યારામાં પતિનો આપઘાત
પરિણીત યુવકે હાથની નસ કાપી , ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.
મરનારની પત્ની સાથે લગ્નેત્તર સંબંધ રાખનાર યુવક સામે પોલીસ ફરિયાદ.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પત્નીના અનૈતિક સંબંધની જાણ થતાં અને તેને અન્ય યુવક સાથેના સંબંધ તોડી નાખવા સમજાવવા છતાં નહીં માનતી વ્યારામાં પરિણીત યુવકે હતાશામાં પોતાના ઘરમાં હાથની નસ કાપી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો . વ્યારાના વ્યારા ટાઉનમાં સરિતા નગરમાં ઘર નં. બી ૪૧ માં રહેતા પાર્થિવ રમેશભાઈ ચૌધરી ( ઉ.વ. ૩૬ ) ની પત્નીને વિરલભાઇ હરીશભાઈ ચૌધરી સાથે અનૈતિક સંબંધ હતો. તેની પત્ની વિરલ સાથે ગત ૧૦મી સપ્ટેમ્બરે સુરત ફરવા માટે ગઈ હતી. પત્નીને આવું નહીં કરવા સમજાવવા છતાં તે નહી માનતા પાર્થિવભાઈએ પોતાના હાથની નસ કાપી ઓઢળી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેવા નિવેદન સાથે પાર્થિવના પિતાએ પોતાના પુત્રને આપઘાત કરવા મજુબર કરનાર વિરલભાઇ હરીશભાઈ ચૌધરી (રહે. ઘર નં. એ -૩૬ વાટીકા રેસીડેન્સી, મુસા રોડ, તા.વ્યારા) વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધવી છે.